Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ભુજમાં આયુષ મેળો યોજાયો ,બહોળી સંખ્યામાં લોકોએ પ્રદશર્નીને નિહાળી આયુર્વેદ વિશે જાણકારી મેળવી

આઝાદી કા અમૃત મહોત્સવ તેમજ હર દિન હર ઘર આયુર્વેદ અભિયાન અંતર્ગત ગુજરાત સરકારના આરોગ્ય અને પરીવાર કલ્યાણ વિભાગ, આયુષ કચેરી, આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત તથા સરકારી આયુર્વેદિક હોસ્પિટલ ભુજ દ્વારા શહેરમાં આયુષ મેળો યોજવામાં આવ્યો હતો.કાર્યક્રમના અધ્યક્ષ સ્થાનેથી જિલ્લા પંચાયત પ્રમુખ પારૂલબેન કારાએ આરોગ્યલક્ષી કાર્યક્રમનો બહોળા પ્રમાણમાં લોકોને લાભ લેવા અનુરોધ કરતા જણાવ્યુàª
ભુજમાં આયુષ મેળો યોજાયો  બહોળી સંખ્યામાં લોકોએ પ્રદશર્નીને નિહાળી આયુર્વેદ વિશે જાણકારી મેળવી
આઝાદી કા અમૃત મહોત્સવ તેમજ હર દિન હર ઘર આયુર્વેદ અભિયાન અંતર્ગત ગુજરાત સરકારના આરોગ્ય અને પરીવાર કલ્યાણ વિભાગ, આયુષ કચેરી, આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત તથા સરકારી આયુર્વેદિક હોસ્પિટલ ભુજ દ્વારા શહેરમાં આયુષ મેળો યોજવામાં આવ્યો હતો.
કાર્યક્રમના અધ્યક્ષ સ્થાનેથી જિલ્લા પંચાયત પ્રમુખ પારૂલબેન કારાએ આરોગ્યલક્ષી કાર્યક્રમનો બહોળા પ્રમાણમાં લોકોને લાભ લેવા અનુરોધ કરતા જણાવ્યું હતું કે, આયુર્વેદ પરંપરાએ વિશ્વને ભારતીય વૈદિક સંસ્કૃતિએ આપેલી અમૂલ્ય ભેટ છે. જેને દરેક ભારતીય લોકો જાણે અને નિયમિત જીવન શૈલીમાં અપનાવે તે જરૂરી છે. બિમારીમાં સપડાઇએ તે પહેલા જ આયુર્વેદને અપનાવીને સ્વસ્થ જીવન બનાવીએ. તેમણે વધુમાં ૨૦૨૩ મિલેટ વર્ષ તરીકે ઉજવાઇ રહ્યું છે ત્યારે તેમણે લોકોને રોગોથી બચવા મિલેટ એટલે કે, ગ્લુટેન ફ્રી એવા બાજરો, રાગી, મકાઇ, જુવાર  ધાનનો રોજીંદા જીવનમાં ઉપયોગ વધારવા જણાવ્યું હતું. 
આ પ્રસંગે ભુજ મત વિસ્તારના ધારાસભ્ય કેશુભાઇ પટેલે જણાવ્યું હતું કે,  આયુર્વેદ આપણા રસોડામાં જ રહેલું છે ત્યારે તેને જીવનનો એક ભાગ બનાવવાથી અનેક રોગથી બચી શકાય છે. બિમારીથી કેમ બચી શકાય તે જીવનશૈલી આયુર્વેદ જણાવે છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, લોકોની જીંદગી અમુલ્ય છે તે માટે સરકાર આયુષ મેળાના માધ્યમથી આયુર્વેદના ઘર ઘર સુધી પ્રચાર-પ્રસાર થાય તે સક્રીય રીતે કામગીરી કરી રહી છે. તેમણે લોકોને પણ આવા આયોજનોનો લાભ લેવા અપીલ કરી હતી.કાર્યક્રમમાં જિલ્લા આરોગ્ય સમિતિના ચેરમેન કરશનજી જાડેજા, સિવિલ સર્જનશ્રી કશ્યપ બુચ, જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રી ડો.પવનકુમાર મકરાણી, ડો. બર્થાબેન પટેલ, અન્ય આયુર્વેદીક ડોકટર ,મેડીકલ સ્ટાફ તથા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
દિવસભર ચાલેલા પ્રદર્શન-મેળાનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો. આ પ્રસંગે પધ્ધર પ્રાથમિક શાળાના બાળકોએ યોગના આસનો પ્રદર્શિત કરીને યોગ કરવા લોકોને અપીલ કરી હતી.ઉલ્લેખનીય છે કે આજના સમયમાં આર્યુવેદીકનું મહત્વ છે આર્યુવેદીક લોકો સમજે તો તેનો ઉપયોગ લાભદાયક છે. સરકાર દ્વારા આર્યુવેદીકનું મહત્વ સમજાવવામાં આવે છે આ આર્યુવેદીક વનસ્પતિ આપણી આસપાસ જોવા મળે છે

આયુષ મેળાને લોકો પણ વખાણ કરી રહ્યા છે .
સરકારના મંત્રને સાર્થક કરવા ક્ચ્છ જિલ્લામાં જુદા જુદા સ્થળોએ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે લોકો આર્યુવેદીકનો વધુમાં વધુ ઉપયોગ કરે તે જરૂરી છેસરકાર પણ આર્યુવેદીકનો મહત્વ સમજાવી રહી છે તો જિલ્લાના આઘેવાનો પણ કાર્યક્રમ દરમિયાન મહત્વ સમજાવી રહ્યા છે આજના ભાગદોડભરી જિંદગીમાં લોકો પોતાના સ્વાસ્થ્ય બાબતે જરાપણ નિષ્કાળજી ન  દર્શાવે તે જરૂરી છે.આજે યોજાયેલા પ્રદર્શન મેળા દરમિયાન મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા .આયુષ મેળાને લોકો પણ વખાણ કરી રહ્યા છે .
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.